Thursday, February 18, 2010

અજમાવી જુઓં ............

અજમાવી જુઓં ............


એક સાદા કાગળ ને વધુ માં વધુ કેટલી વખત ફોલ્ડ કરી શકો છો? શા માટે ?

પ્રવૃત્તિ કરતા પહેલા ધારણા કરવા નું ના ભૂલતા !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

દા.ત. : ૧૦ કે ૧૨ કે ૧૫ કે ..............................

તમે  કેટલી વાર તે કાગળ ના ફોલ્ડ કરી શક્યા ?   શા માટે  તેના થી વધારે ફોલ્ડ શક્ય ન બન્યા  ?

અનુભવ મને લખી જણાવવાનું ના ભૂલતા .....................


મિત્રો પ્રયત્ન કરી જુઓં તમને આ પ્રવૃત્તિ માં આનંદ આવશે .

Read more...

આંખ માટે આટલુ કરો...

મિત્રો હવે આવી પરીક્ષા ની મોસમ.....


કેટલું વાંચ્યું અને કેટલું યાદ રહ્યું? તેને કાગળ પર ઉતારીને પરિક્ષા ની વૈતરણી પાર કરી હરખાવા નો સમય !!!!!!!!!!!!


હા મિત્રો આ પરીક્ષા ની તૈયારી કરતી વખતે તમારી આંખ ની કાળજી રાખવાનું ના ભુલતાં .............

ચાલો આજે તમારે માટે આંખ ની કાળજી રાખવાના કેટલાક ઉપાયો લઇ ને આવી રહી છે મારી આ પોસ્ટ .............

આંખ માટે આટલુ કરો...

*આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.

* ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.

* રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલા ગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.

* આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.

* આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.*

* બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.

* ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્‍યારે ગોગલ્‍સ પહેરવા.

* લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.

* નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.

* વાંચતા લખતા આંખ થાકી જાય ત્‍યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.

* આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.

* આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.

* હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.

* આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્‍ય ફરિયાદ હોય ત્‍યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્‍યાન આપો.

* લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.

Read more...

Monday, January 25, 2010

ચાલોને ગણિત ને સરળ બનાવીએ -2

તમે આ ગુણાકાર તમે સરળ રીત પ્રમાણે કરી જોયાં ??????????????

૯૬ × ૯૬=?            ૯૭ × ૯૩=?       ૯૮ × ૯૨ =?           ૯૭ × ૯૯ =?       

૯૪ × ૯૬=?


મિત્રો ગણિત ની આ રીત તમને કેવી લાગી ?????????


તો ચાલો આજ રીત ને આગળ વધારીએ..................................

હવે ૯૮૯ × ૯૯૪ = ........ ની ગણતરી કરો?

અરે મિત્રો એક વાત કરવી તો ભૂલી ગયો !!!!!!!!!!!!!!!!


૯૮૯ × ૯૯૪ = ? નો ગુણાકાર કરતા તમને કેટલો સમય લાગે છે એ એક પેપર માં નોધી લો....

અને આજ ગુણાકાર ને ચલો ને ગણિત ને સરળ બનાવીએ તે પદ્ધિત કરતા. કેટલો સમય લાગે છે?

સ્ક્રોલ કરો અને પહોચી જાવ ચાલોને ગણિત ને સરળ બનાવીએ વિભાગ માં અને શિખો એક નવી રીત ..........................



અરે મિત્રો તમારા પ્રતિભાવ આપવાનું ન ભૂલતા.................................


જાતે કરો .....


૯૯૪ × ૯૯૭ ,                         ૯૮૯ × ૯૯૩ ,                            ૯૯૧ × ૯૯૫


૯૯૮ × ૯૯૨                                 ૯૯૭ ×૯૯૬

Read more...

Friday, January 22, 2010

ચાલોને ગણિત ને સરળ બનાવીએ

મિત્રો આજથી હું મારા બ્લોગ માં ગુણાકાર ની કેટલીક સરળ અને ઝડપી રીત સામેલ કરી રહ્યો છું

તો ચાલો નીચે આપેલા કેટલાક ગુણાકાર તમારી રીતે કરી જુઓ ...........



૯૬ × ૯૬=?                                    ૯૭ × ૯૩=?

૯૮ × ૯૨ =?                                  ૯૭ × ૯૯ =?

૯૪ × ૯૬=?



અને આજ ગુણાકાર ને સરળ અને ઝડપી કેવી રીતે કરી શકાય તે બ્લોગ ને સ્કોલ કરવાથી તેની યુકિત મળશે.

તો ચાલો જાણીએ આ સરળ રીત.....



અને હા મિત્રો મારા બ્લોગ માં પ્રતિભાવ આપવાનું ના ભૂલશો .................

Read more...

Wednesday, January 20, 2010

પવાર જ્યોતિષ ઉવાચ : દુધના ભાવ વધશે

મનમોહક (મનમોહન) સરકાર માં ક્રિકેટ મંત્રાલય ના પ્રધાન અને કૃષિ મંત્રાલય નો વધારાનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા ક્રિકેટ મંત્રી શ્રી શરદ પાવર આજકાલ વર્લ્ડકપના આયોજનમાં અતિવ્યસ્ત હોવાને કારણે કૃષિ મંત્રાલય નો આ વધારાનો હવાલો સંભાળી સકતા નથી. ક્રિકેટ મંત્રાલય ના આ અતિવ્યસ્ત ક્રિકેટ મંત્રી શ્રી શરદ પવારનો આમાં કઈ દોષ? ક્રિકેટ મંત્રી મોંઘવારી ની માયા શું સમજી શકે? આ મોંઘવારી ની માયા તો ઉત્તરપ્રદેશ ની માયા ની છે !!!!!!!!!!!

(બિચ્ચારા મંત્રી શા બહાનાં આપી શકે?)

પહેલા ઘઉં .....પછી ખાંડ અને હવે દૂધ. આ મોહ માયા બિચારા ક્રિકેટ મંત્રી કેવી રીતે સમજી શકે!!!!!!!!!!

ક્રિકેટ એક અનિશ્ચિતતા ની રમત છે તેમાં હાર જીત ની આગાહી કરવી મુશ્કેલ હોવા છતાં આપણા ક્રિકેટ મંત્રીશ્રી ભારત વર્લ્ડકપ જીતશે કે નહી તેની જેટલી સચોટ આગાહી નથી કરી શકતા પણ લ્યો આ વધારાના હવાલો ધરાવતા કૃષિ મંત્રાલય ના એક પછી એક સચોટ આગાહી કરી નાંખે છે!!!!!!!!

લ્યો બોલો વિધી (શરદ પાવર )ની કેવી વિચિત્રતા????????????

મને પણ એક આગાહી કરવાનું મન થાય છે ? લ્યો કરી નાખું એક આગાહી ........................................

હવે ચોખા ના ભાવ વધશે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

કારણ આ બધી તો માયા મોંઘવારી (ઉત્તર પ્રદેશની માયા ની ) ની ...............................................

Read more...

Friday, January 8, 2010

DISCLAIMER NOTICE

Site Content and Links are used from the Internet & its Resources, No Post is developed or created by e-sikha.blogspot.com and cannot be taken responsible for.  This blogs in purpose of easy to reach blog reader for the educational purpose only.

Read more...

એક સુંદર બાળવાર્તા

બ્લોગની શરુઆત હું એક સુંદર મજાની એક બાળવાર્તા થી કરવા જઈ રહ્યો છું.

બાળવાર્તા વાંચકમિત્રો ને જરૂર પસંદ આવશે. પણ આ બાળવાર્તા આજ પર્યન્ત મારા માટે અનુત્તર રહી છે.



વાચકમિત્રો ને થશે કે આ સાદી અને સરળ વાર્તા માં ના સમજમા ન આવે તેવું શું છે?


વાર્તા એવી તે કેવી હશે કે જે બધા સમજી શક્યા છે ને અને તે મારા સમજ ની બહાર છે.


ચાલો તો તમારી ઇંતેજારી નો અંત લાવી ને વાર્તા રજુ કરૂં છું

@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@

એક સુંદરપુર નામે એક ગામ હતુ. આ ગામમાં ગોવર્ધનરામ નામે એક શેઠ રહે.


તેમને એક નો એક દીકરો ગોપાલ અને તેની ઉમર બાર વર્ષ.


ગોપાલ હોંશિયાર અને કામગરો પણ ખરો !


આ ગોપાલને ધીમે ધીમે ખરાબ આદતો ધરાવતા મિત્રોની સોબત થઇ ગઈ !


ગોપાલ ની માતાને ગોપાલ ની આ ખરાબ આદતોની ચિંતા થવા લાગી.


તેને થયુ કે ગોપાલ ને જો ખરાબ આદતો માંથી પાછો વાળવામાં નહી આવેતો તેનું ભવિષ્ય બગડશે.


એણે ગોપાલ ના બાપુજીને વાત કરવાનું વિચાર્યું.


જયારે ગોપાલ ના બાપુજી ઘરે આવ્યા ત્યારે ગોપાલ ખરાબ આદતો અને તેના મિત્રો વિશે વાત કરી


અને કહ્યું કે તમે ગોપાલ ને ખરાબ આદતો અને મિત્રો ની સોબત છોડીને ભણવા-ગણવામાં અને ઘર ના કામકાજમાં ધ્યાન પરોવવા સમજાવો .


ગોવર્ધનરામ શેઠે તેમની પત્નીને આશ્વાસન આપતા કહ્યું કે તમે ગોપાલ ની જરાપણ ચિંતા ના કરો. હું કંઈક ઉપાય શોધી કાઢું છું.


એક દિવસ શેઠ દુકાનેથી ઘરે આવતા સાથે સુંદર મજાનો કેસર કેરી નો કરંડિયો લેતા આવ્યા.


કેરીનો કરંડિયો જોઈને ગોપાલ તો રાજી ના રેડ થઈ ગયો. તે તો ભાઈ કરંડિયો ખોલીને ખાવા જતા હતા ત્યા જ તેમના બાપુજીએ રોકી લીધો.


શેઠે ગોપાલ ને કહ્યું કે દીકરા ગોપાલ કરંડિયામાં રહેલી કેરીઓં કાચી છે તે બે-ત્રણ દિવસ માં પાકી જાય તે પછી ખાજે.


પછી કંઈક યાદ આવતા કહ્યું કે રસોડામાં એક બગડેલી કેરી પડી છે તે પણ આ કરંડિયામાં મૂકી દે.


ત્રણ દિવસ પછી ગોવર્ધનરામ શેઠે ગોપાલ પાસે પેલો કેરીનો કરંડિયો મંગાવ્યો. અને તેમાંથી કેરી ખાવાનું કહ્યું.


ગોપાલ તો કેરી ખાવા માટે હોંશેહોંશે કરંડિયો ખૂણામાંથી લઇ આવ્યો.


કેરી ખાવાની આતુરતા થી કરંડિયો ખોલી ને જોયું તો તેના થી બોલી જવાયું


અરે રે રે બાપુજી આ તો બધીજ કેરીઓં ખરાબ થઇ ગઈ!


ગોવર્ધનરામે ગોપાલ ને પુછ્યુંકે કરંડિયા માની બધી કેરી ઓં ખરાબ કેમ થઈ ગઈ?


"બાપુજી તમે સારી કેરીઓંની વચ્ચે એક બગડી ગયેલી કેરી મૂકી હતી પછી બધી કેરીઓં બગડી જ જાય ને " ગોપાલે નિસાસો નાંખતા કહ્યું.


શેઠે હળવેક થઈ માથે ટપારતા કહ્યું " બેટા હું પણ એમ જ કહું છું. બીજી બગડી ગયેલી કેરીઓની વચ્ચે રહી મારી આ કેરી તો નહિ બગડી જાયને!”


દીકરો પિતા નો ઈશારો સમજી ગયો અને તેણે તમામ બુરી સંગતિ છોડી દિધી.









બોધપાઠ : "જેવી સોબત તેવી અસર" અથવા " જેવો સંગ તેવો રંગ "


સરળ અને મજેદાર વાર્તા ન સમજાય તો તો ભાઈ કહેવું પડે ને તેમ તમને બધાને લાગતું હશે ને !!!!!!!!!!!!!


તમામ વાંચક મિત્રો તમને બધાને વાર્તા સરસ મજાની રીતે સમજમાં આવી ગઈ હોય તો આ વાર્તા પરથી આપને શો બોધપાઠ મળશે?

વાચકમિત્રો દરેક જણ ને ચર્ચા માં ભાગ લેવા માટે નમ્ર વિનંતિ છે.

Read more...

World Time zone by mouse click

ચાલોને ગણિત ને સરળ બનાવીએ .................

Write in gujarati

આ વિભાગનો ઉપયોગ કરીને આપ કોઈપણ સોફટવેરની મદદ વગર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં ટાઈપિંગ કરી શકો છો. લેખનની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ 'New Document' ના ચિત્ર પર ક્લિક કરો. હવે ભાષાના ટૂલબારમાંથી જરૂરી ભાષા પસંદ કરો. જે તે ભાષાનું કી-બોર્ડ જોવા માટે "अ?" ટૂલબાર ક્લિક કરો. ત્યાર બાદ લેખન શરૂ કરો. વિવિધ ટૂલબારનો ઉપયોગ કરીને આપ લખાણને યોગ્ય સ્વરૂપ આપી શકો છો. આ રીતે તૈયાર થયેલા લેખને આપ અહીંથી copy કરીને માઈક્રોસોફટ વર્ડ જેવા આપના રોજિંદા સોફટવેરમાં Paste કરી શકો છો. અથવા પ્રિન્ટ માટેના ટૂલબારનો ઉપયોગ લઈને પ્રિન્ટ તૈયાર કરી શકો છો.

Developed By : Vishal MonaparaAll rights reserved to PramukhLib

About This Blog

Smart Way to Sirf

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP