Wednesday, January 20, 2010

પવાર જ્યોતિષ ઉવાચ : દુધના ભાવ વધશે

મનમોહક (મનમોહન) સરકાર માં ક્રિકેટ મંત્રાલય ના પ્રધાન અને કૃષિ મંત્રાલય નો વધારાનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા ક્રિકેટ મંત્રી શ્રી શરદ પાવર આજકાલ વર્લ્ડકપના આયોજનમાં અતિવ્યસ્ત હોવાને કારણે કૃષિ મંત્રાલય નો આ વધારાનો હવાલો સંભાળી સકતા નથી. ક્રિકેટ મંત્રાલય ના આ અતિવ્યસ્ત ક્રિકેટ મંત્રી શ્રી શરદ પવારનો આમાં કઈ દોષ? ક્રિકેટ મંત્રી મોંઘવારી ની માયા શું સમજી શકે? આ મોંઘવારી ની માયા તો ઉત્તરપ્રદેશ ની માયા ની છે !!!!!!!!!!!

(બિચ્ચારા મંત્રી શા બહાનાં આપી શકે?)

પહેલા ઘઉં .....પછી ખાંડ અને હવે દૂધ. આ મોહ માયા બિચારા ક્રિકેટ મંત્રી કેવી રીતે સમજી શકે!!!!!!!!!!

ક્રિકેટ એક અનિશ્ચિતતા ની રમત છે તેમાં હાર જીત ની આગાહી કરવી મુશ્કેલ હોવા છતાં આપણા ક્રિકેટ મંત્રીશ્રી ભારત વર્લ્ડકપ જીતશે કે નહી તેની જેટલી સચોટ આગાહી નથી કરી શકતા પણ લ્યો આ વધારાના હવાલો ધરાવતા કૃષિ મંત્રાલય ના એક પછી એક સચોટ આગાહી કરી નાંખે છે!!!!!!!!

લ્યો બોલો વિધી (શરદ પાવર )ની કેવી વિચિત્રતા????????????

મને પણ એક આગાહી કરવાનું મન થાય છે ? લ્યો કરી નાખું એક આગાહી ........................................

હવે ચોખા ના ભાવ વધશે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

કારણ આ બધી તો માયા મોંઘવારી (ઉત્તર પ્રદેશની માયા ની ) ની ...............................................

0 comments:

World Time zone by mouse click

ચાલોને ગણિત ને સરળ બનાવીએ .................

Write in gujarati

આ વિભાગનો ઉપયોગ કરીને આપ કોઈપણ સોફટવેરની મદદ વગર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં ટાઈપિંગ કરી શકો છો. લેખનની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ 'New Document' ના ચિત્ર પર ક્લિક કરો. હવે ભાષાના ટૂલબારમાંથી જરૂરી ભાષા પસંદ કરો. જે તે ભાષાનું કી-બોર્ડ જોવા માટે "अ?" ટૂલબાર ક્લિક કરો. ત્યાર બાદ લેખન શરૂ કરો. વિવિધ ટૂલબારનો ઉપયોગ કરીને આપ લખાણને યોગ્ય સ્વરૂપ આપી શકો છો. આ રીતે તૈયાર થયેલા લેખને આપ અહીંથી copy કરીને માઈક્રોસોફટ વર્ડ જેવા આપના રોજિંદા સોફટવેરમાં Paste કરી શકો છો. અથવા પ્રિન્ટ માટેના ટૂલબારનો ઉપયોગ લઈને પ્રિન્ટ તૈયાર કરી શકો છો.

Developed By : Vishal MonaparaAll rights reserved to PramukhLib

About This Blog

Smart Way to Sirf

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP