Friday, January 8, 2010

એક સુંદર બાળવાર્તા

બ્લોગની શરુઆત હું એક સુંદર મજાની એક બાળવાર્તા થી કરવા જઈ રહ્યો છું.

બાળવાર્તા વાંચકમિત્રો ને જરૂર પસંદ આવશે. પણ આ બાળવાર્તા આજ પર્યન્ત મારા માટે અનુત્તર રહી છે.



વાચકમિત્રો ને થશે કે આ સાદી અને સરળ વાર્તા માં ના સમજમા ન આવે તેવું શું છે?


વાર્તા એવી તે કેવી હશે કે જે બધા સમજી શક્યા છે ને અને તે મારા સમજ ની બહાર છે.


ચાલો તો તમારી ઇંતેજારી નો અંત લાવી ને વાર્તા રજુ કરૂં છું

@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@

એક સુંદરપુર નામે એક ગામ હતુ. આ ગામમાં ગોવર્ધનરામ નામે એક શેઠ રહે.


તેમને એક નો એક દીકરો ગોપાલ અને તેની ઉમર બાર વર્ષ.


ગોપાલ હોંશિયાર અને કામગરો પણ ખરો !


આ ગોપાલને ધીમે ધીમે ખરાબ આદતો ધરાવતા મિત્રોની સોબત થઇ ગઈ !


ગોપાલ ની માતાને ગોપાલ ની આ ખરાબ આદતોની ચિંતા થવા લાગી.


તેને થયુ કે ગોપાલ ને જો ખરાબ આદતો માંથી પાછો વાળવામાં નહી આવેતો તેનું ભવિષ્ય બગડશે.


એણે ગોપાલ ના બાપુજીને વાત કરવાનું વિચાર્યું.


જયારે ગોપાલ ના બાપુજી ઘરે આવ્યા ત્યારે ગોપાલ ખરાબ આદતો અને તેના મિત્રો વિશે વાત કરી


અને કહ્યું કે તમે ગોપાલ ને ખરાબ આદતો અને મિત્રો ની સોબત છોડીને ભણવા-ગણવામાં અને ઘર ના કામકાજમાં ધ્યાન પરોવવા સમજાવો .


ગોવર્ધનરામ શેઠે તેમની પત્નીને આશ્વાસન આપતા કહ્યું કે તમે ગોપાલ ની જરાપણ ચિંતા ના કરો. હું કંઈક ઉપાય શોધી કાઢું છું.


એક દિવસ શેઠ દુકાનેથી ઘરે આવતા સાથે સુંદર મજાનો કેસર કેરી નો કરંડિયો લેતા આવ્યા.


કેરીનો કરંડિયો જોઈને ગોપાલ તો રાજી ના રેડ થઈ ગયો. તે તો ભાઈ કરંડિયો ખોલીને ખાવા જતા હતા ત્યા જ તેમના બાપુજીએ રોકી લીધો.


શેઠે ગોપાલ ને કહ્યું કે દીકરા ગોપાલ કરંડિયામાં રહેલી કેરીઓં કાચી છે તે બે-ત્રણ દિવસ માં પાકી જાય તે પછી ખાજે.


પછી કંઈક યાદ આવતા કહ્યું કે રસોડામાં એક બગડેલી કેરી પડી છે તે પણ આ કરંડિયામાં મૂકી દે.


ત્રણ દિવસ પછી ગોવર્ધનરામ શેઠે ગોપાલ પાસે પેલો કેરીનો કરંડિયો મંગાવ્યો. અને તેમાંથી કેરી ખાવાનું કહ્યું.


ગોપાલ તો કેરી ખાવા માટે હોંશેહોંશે કરંડિયો ખૂણામાંથી લઇ આવ્યો.


કેરી ખાવાની આતુરતા થી કરંડિયો ખોલી ને જોયું તો તેના થી બોલી જવાયું


અરે રે રે બાપુજી આ તો બધીજ કેરીઓં ખરાબ થઇ ગઈ!


ગોવર્ધનરામે ગોપાલ ને પુછ્યુંકે કરંડિયા માની બધી કેરી ઓં ખરાબ કેમ થઈ ગઈ?


"બાપુજી તમે સારી કેરીઓંની વચ્ચે એક બગડી ગયેલી કેરી મૂકી હતી પછી બધી કેરીઓં બગડી જ જાય ને " ગોપાલે નિસાસો નાંખતા કહ્યું.


શેઠે હળવેક થઈ માથે ટપારતા કહ્યું " બેટા હું પણ એમ જ કહું છું. બીજી બગડી ગયેલી કેરીઓની વચ્ચે રહી મારી આ કેરી તો નહિ બગડી જાયને!”


દીકરો પિતા નો ઈશારો સમજી ગયો અને તેણે તમામ બુરી સંગતિ છોડી દિધી.









બોધપાઠ : "જેવી સોબત તેવી અસર" અથવા " જેવો સંગ તેવો રંગ "


સરળ અને મજેદાર વાર્તા ન સમજાય તો તો ભાઈ કહેવું પડે ને તેમ તમને બધાને લાગતું હશે ને !!!!!!!!!!!!!


તમામ વાંચક મિત્રો તમને બધાને વાર્તા સરસ મજાની રીતે સમજમાં આવી ગઈ હોય તો આ વાર્તા પરથી આપને શો બોધપાઠ મળશે?

વાચકમિત્રો દરેક જણ ને ચર્ચા માં ભાગ લેવા માટે નમ્ર વિનંતિ છે.

1 comments:

Suresh,  March 3, 2011 at 3:42 AM  

Hello
Please correct this નૈયા ઝુકાવી મૈં તો not playing. From where can we download these antic tracks?
Suresh (newruparel@yahoo.com)

World Time zone by mouse click

ચાલોને ગણિત ને સરળ બનાવીએ .................

Write in gujarati

આ વિભાગનો ઉપયોગ કરીને આપ કોઈપણ સોફટવેરની મદદ વગર ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં ટાઈપિંગ કરી શકો છો. લેખનની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ 'New Document' ના ચિત્ર પર ક્લિક કરો. હવે ભાષાના ટૂલબારમાંથી જરૂરી ભાષા પસંદ કરો. જે તે ભાષાનું કી-બોર્ડ જોવા માટે "अ?" ટૂલબાર ક્લિક કરો. ત્યાર બાદ લેખન શરૂ કરો. વિવિધ ટૂલબારનો ઉપયોગ કરીને આપ લખાણને યોગ્ય સ્વરૂપ આપી શકો છો. આ રીતે તૈયાર થયેલા લેખને આપ અહીંથી copy કરીને માઈક્રોસોફટ વર્ડ જેવા આપના રોજિંદા સોફટવેરમાં Paste કરી શકો છો. અથવા પ્રિન્ટ માટેના ટૂલબારનો ઉપયોગ લઈને પ્રિન્ટ તૈયાર કરી શકો છો.

Developed By : Vishal MonaparaAll rights reserved to PramukhLib

About This Blog

Smart Way to Sirf

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP